Friday, October 18, 2024
HomeGujaratહળવદ પોલીસે રમણપુર ગામેથી ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે ત્રણ શખ્સો ઝડપાયા

હળવદ પોલીસે રમણપુર ગામેથી ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે ત્રણ શખ્સો ઝડપાયા

હળવદ પોલીસે હળવદ તાલુકાના રણમલપુર ગામે રણમલપુર કંકાવટી જવાના પાકા રસ્તા પાસેથી બાતમીના આધારે ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે ત્રણ શખ્સોને ઝડપી પાડયા છે. પોલીસે કુલ રૂપિયા 59,900 મુદ્દામાલ જપ્ત કરી પકડાયેલ આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, હળવદ પોલીસ ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે બાતમીના આધારે હળવદ તાલુકાના રણમલપુર ગામે રણમલપુર કંકાવટી જવાના પાકા રસ્તા પાસે રોડની બાજુમાં ખરાબામાં રાખેલ ઇંગલિશ દારૂની બોટલ, ચપ્પલા કિંમત રૂપિયા 59,900 નો મુદ્દામાલ સાથે ત્રણ આરોપીઓને ઝડપી પાડયા છે. જેમાં ભારતીય બનાવટ ઇંગ્લિશ દારૂની વાઈટ વોડકા ચપલા નંગ 557 કિંમત રૂપિયા 55,700 તેમજ ભારતીય બનાવટની ઇંગ્લિશ દારૂની એટ પીએમ સ્પેશિયલ વિસ્કી બોટલ નંગ-12 નંગ કીમત રુ 4200, કુલ 59, 900 નો‌ મુદામાલ કબજે કરી આરોપી ગગુભાઈ પ્રભુભાઈ ઉડેચા, કમલેશભાઈ છગનભાઈ રાઠોડ અને નરેશ ઉર્ફે નરેન્દ્રભાઈ મૂળજીભાઈ ચમાર નામનાં ત્રણેય શખ્સોને ઝડપી કાયદેસરની કાર્યવાહી હળવદ પોલીસ દ્વાર‌ હાથ ધરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!