અપમૃત્યુની પ્રાપ્ત વિગતો મુજબ માળીયા(મી)ના મોટા દહીંસરા ગામે રહેતા ૨૫ વર્ષીય યુવક કરણભાઇ વિનોદભાઇ મિયાત્રાએ ગઈ તા. ૨૭/૦૭ના રોજ મોટા દહીંસરા ગામની સીમમાં આવેલ કરસણા મેલડી માતાજીના મંદીરમા કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ લેતા યુવકને સારવાર અર્થે મોરબી સરકારી હોસ્પિટલે લાવવામાં આવતા જ્યાં ફરજ પર હાજર ડોક્ટરે જોઈ તપાસી કરણભાઈને મૃત જાહેર કરેલ જેથી મોરબી હોસ્પિટલ પોલીસચોકી દ્વારા પ્રાથમિક કાગળ કરી માળીયા(મી)પોલીસને જાણ કરતા મૃત્યુના બનાવ બાબતે માળીયા(મી)પોલીસે અકસ્માતે મોત ની નોંધ કરી આગળની તપાસ ચલાવી છે.