રાજકોટ રેન્જ આઇ.જી. અશોકકુમાર યાદવ તથા મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠી દ્વારા પ્રોહી-જુગારની અસામાજિક પ્રવૃતિ નેસ્તનાબુદ કરવા સખત સુચના આપવામાં આવેલ હોય જે અનુસંધાને કામગીરી કરતા દરમિયાન હળવદ પોલીસ દ્વારા હળવદ તાલુકાના ચરાડવા ગામે જાહેરમાં જુગાર રમતા કુલ ચાર જુગારીઓને રોકડ રકમ રૂ.૧૭,૨૦૦/- સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, હળવદ પોલીસ સ્ટેશનની ટીમ ગઈકાલે હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. દરમિયાન તેઓને મળેલ બાતમી હકીકતનાં આધારે ચરાડવા ગામે તળાવની પાળ પાસે બાવળ નીચે જાહેરમાં જુગાર અંગે રેઇડ કરી હરીભાઈ જીવાભાઈ સોલંકી, જયંતીભાઈ લવજીભાઈ મકવાણા, જીવાભાઈ જગાભાઈ મકવાણા તથા વશરામભાઈ લાલજીભાઈ મકવાણા નામના ઇસમોને રોકડ રકમ રૂ.૧૭,૨૦૦/- તથા જુગાર રમવાના સાહિત્ય સાથે પકડી પાડી જુગાર ધારા કલમ-૧૨ મુજબનો ગુન્હો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.