હળવદમાં ગમખ્વાર અકસ્માતની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં હળવદ માળીયા ચોકડી પાસે મોટરસાઈકલ પર જય રહેલ એક પરિવારને ટેન્કરે ઉડાડતા ત્રણ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા હતા. જેને પગલે તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડી પોલીસે આગળની કાર્યવાહી આરંભી છે.
મળતી માહિતી અનુસાર, બુટવાડા થી કડીયાણા ગામે એક પરિવાર ધરકામ માટે મોટર સાઇકલ પર જતું હતું. ત્યારે હળવદ માળીયા ચોકડી પાસેથી મોટર સાઇકલ પર રહેલ પતિ, પત્ની અને કાકીને ટેન્કર ચાલકે અડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ત્યારે અકસ્માતના પગલે ધટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. તેમજ ઇજાગ્રસ્ત ત્રણેય લોકોને હળવદની સરકારી હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. જ્યાંથી વધુ સારવાર માટે મોરબી રીફર કરવામાં આવ્યા છે. ત્યારે બનાવની જાણ થતા જ હળવદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. અને આગળની તપાસ હાથ ધરી હતી.