મોરબીના ગોકુલનગરમાં રહેતા રીક્ષા ચાલક પ્રવીણભાઈ નારણભાઈ કંઝારીયા ગઈકાલ તા.૧૪/૦૮ના રોજ બપોરના અરસામાં પોતાની રીક્ષા પોતાના ઘર પાસેથી જતા હોય ત્યારે ત્યાં બે શખ્સો ઉભા હોય જેણે રીક્ષા ઉભી રાખવા ઈશારો કરતા રીક્ષા ચાલક પ્રવિણભાઈએ પોતાની રીક્ષા ઉભી ન રાખી હતી જેથી ઉશ્કેરાઈ જઈ બંને શખ્સોએ પ્રવિનભાઈને લાકડી તથા ઢીકાપાટુનો માર મારી ઇજાગ્રસ્ત કર્યા હતા. ત્યારે પ્રવિણભાઈએ આરોપી અર્જુન સલાટ રહે.દલવાડી સર્કલ પાસે ઝુપડામા મોરબી તથા સચિન દેગામા રહે.વીસીપરા મોરબીવાળા વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.