Friday, September 20, 2024
HomeGujaratમોરબી:રહેણાંકમાં ચાલતી જુગારની મીની ક્લબ ઉપર એલસીબી પોલીસે દરોડો પાડી રોકડા ૫.૩૪...

મોરબી:રહેણાંકમાં ચાલતી જુગારની મીની ક્લબ ઉપર એલસીબી પોલીસે દરોડો પાડી રોકડા ૫.૩૪ લાખ સાથે ૮ ને દબોચ્યા

મોરબી એલસીબી પોલીસ ટીમે મળેલ બાતમીને આધારે મોરબીના માધાપર શેરી નં.૨૯માં આવેલ વિજયભાઈ વીંજવાડીયાના રહેણાંક મકાનમાં મોડી રાત્રીએ દરોડો પાડતા જુગાર રમી રહેલા કુલ આંઠ જુગારીઓને ઝડપી લેવામાં આવ્યા હતા ત્યારે પોલીસે જુગારના પટ્ટમાંથી રોકડા રૂ.૫,૩૪,૦૦૦/-ની રોકડ રકમ કબ્જે કરી હતી.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી મુજબ મોરબી એલસીબી પોલીસ ટીમને બાતમી મળેલ કે માધાપર શેરી નં.૨૯માં આવેલ વિજયભાઈ વીંજવાડીયા પોતાના રહેણાંક મકાનમાં બહારથી માણસો બોલાવી પોતાના અંગત આર્થિક ફાયદા માટે બધા માણસો પાસે નાલ ઉઘરાવી જુગાર રમવાના સાધન સગવડ પુરી પાડી જુગારનો અખાડો ચલાવે છે જે મુજબની મળેલ બાતમીને આધારે પંચોને સાથે રાખી મોરબી એલસીબી પોલીસે મોડીરાત્રીએ ઉપરોક્ત રહેણાંક મકાનમાં રેઇડ કરતા જ્યાં ગંજીપત્તાના પાના વડે તીનપત્તીનો પૈસાની લેતી દેતીનો મોટાપાયે જુગાર રમી રહેલા મકાન માલીક વિજયભાઈ બાબુભાઈ વીંજવાડીયા ઉવ.૨૯ રહે.માધાપર શેરી નં.૨૯, અજયભાઇ સામજીભાઈ જિંજવાડીયા ઉવ.૨૪ રહે.ત્રાજપર, લક્ષમણભાઈ ગોકળભાઈ ટોટા ઉવ.૩૦ રહે. વાવડી રોડ ભગવતીપરા, શાહરૂખભાઈ ફીરોજભાઈ પઠાણ ઉવ.૨૭ રહે.વીસીપરા કુલીનગર-૧, જયપાલભાઈ મુળજીભાઈ કુંવરીયા ઉવ.૨૮ રહે.કુબેર ટોકીઝ પાછળ મફતીયાપરા, આરીફભાઈ હુશેનભાઈ ચૌહાણ ઉવ.૩૦ રહે.ત્રાજપર, અજયભાઈ મનસુખભાઈ વરાણીયા ઉવ.૨૮ રહે.ત્રાજપર રવીપાર્ક સોસાયટી, ઉમેશભાઈ ટીડાભાઈ ગોલતર ભરવાડ ઉવ.૩૮ રહે.મોરબી એસ્સાર પેટ્રોલ પંપ પાછળને પકડી લઈ તમામની અટક કરી છે. પોલીસે સ્થળ ઉપરથી રોકડા રૂ.૫.૩૪ લાખની રોકડ રકમ કબ્જે કરી પકડાયેલ તમામ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!