Friday, September 20, 2024
HomeGujaratમોરબીનાં શાંતિવન સોસાયટીમાંથી જુગાર રમતા સાત ઈસમો ઝડપાયા

મોરબીનાં શાંતિવન સોસાયટીમાંથી જુગાર રમતા સાત ઈસમો ઝડપાયા

રાજકોટ રેન્જ આઈ.જી. અશોકકુમાર યાદવએ સમગ્ર રાજકોટ રેન્જમા દારૂ-જુગારની પ્રવૃતિ નિસ્તો નાબુદ કરવા સ્પે.ડ્રાઇવનુ આયોજન કરેલ હોય જે ડ્રાઇવ દરમ્યાન અસરકાર કામગીરી કરવા મોરબી જિલ્લા એસપી રાહુલ ત્રિપાઠીની સુચના મળતા જ મોરબી સીટી બી ડીવીજન પોલીસ દ્વારા સઘન ચેકીંગ કરી શાંતિવન સોસાયટીમાંથી જુગાર રમતા ૭ ઈસમોને પકડી પાડ્યા છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી જીલ્લામા દારૂ તથા જુગારની બદી દુર કરવા કેશો શોધી કાઢવા મોરબી સીટી બી ડીવીજન પોલીસની ટીમ પ્રયત્નશીલ હોય જે દરમિયાન ગઈકાલે તેઓને પેટ્રોલિંગ દરમિયાન મળેલ બાતમીનાં આધારે મોરબી શાંતિવન સોસાયટી જીલટોપ કારખાના પાસે રેઇડ કરી જાહેર શેરીમાં લાઇટના અંજવાળે ગંજીપતાના પાના વડે પૈસાની હારજીતનો તીન પતિનો રોન પોલીસનો જુગાર રમતા ચિરાગભાઈ રણજીતભાઇ સનુરા, ધીરજગીરી ભગવાનગીરી ગોસાઈ, ભરતભાઇ વાલજીભાઈ સુરેલા, રવિભાઇ જનકભાઇ રાઠોડ, ધર્મેન્દ્રભાઈ ભાઇલાલભાઇ પરમાર, પ્રશાંતભાઇ હિતેશભાઇ સુથાર તથા કિરણભાઇ મહાદેવભાઇ દલવાડીને તીનપતીનો રોન પોલીસનો પૈસા વડે હારજીતનો જુગાર રમતા પકડી પાડી રોકડા રૂપીયા- ૧૫,૪૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરી જુગારધારા ક.૧૨ મુજબની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!