મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ કઝારીયા ઇન્ફાનીટી કારખાનાની લેબર કોલોનીમા રહેતા મૂળ પશ્ચિમ બંગાળના વતની પુર્ણસીંગ ધીરેનસીંગ આદિવાસી ઉવ.૨૧ આશરે ત્રણ દિવસ પહેલા પોતાના વતનમાથી આવી કઝારીયા ઇન્ફાનીટી કારખાનામા કામ કરતો હોય પરંતુ તેને ગમતુ ન હોય અને ગુમસુમ રહેતો હોય ત્યારે ગઈકાલ તા.૨૧/૦૮ના રોજ મોરબી તાલુકા ઘુટુ ગામની સીમમા આવેલ એન્ટીક માર્ગોનાઇટ કારખાનાની બાઉન્ડ્રીની દીવાલના બહારના ભાગે દીવાલ પર લાગેલ લોખંડના એંગલ સાથે પોતાની જાતે ગળાંફાસો ખાઇ લેતા પુર્ણસીંગનું મૃત્યુ નીપજ્યું હતું . ત્યારે પોલીસે ઇન્કવેસ્ટ પંચનામું કરી લાશને પીએમ માટે સોંપી આપતા મોરબી સરકારી હોસ્પિટલ ખાતે પીએમ કરવામાં આવેલ હતું. હાલ તાલુકા પોલીસે મૃત્યુના બનાવ અંગે અ.મોતની નોંધ કરી છે.