માળીયા(મી) તાલુકાના કુંભરીયા ગામે રહેતા મનહરભાઈ કરશનભાઈ લોરીયા ઉવ.૫૦ ગત તા. ૨૦/૦૮ના રોજ કુંભારીયા ગામની સીમમા વાકીયાના નાલા નજીક નર્મદા કેનાલ પાસે આવેલ પોતાના ખેતરે પિયત કરવા માટેની ઈલેકટ્રીક મોટર રીપેર કરતી વખતે અકસ્માતે ઈલેકટ્રીક શોક લાગતા મનહરભાઈનું મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે મૃતકના મોટાભાઈ દ્વારા આપેલ વિગતોને આધારે પોલીસે મૃત્યુના બનાવ અંગે અ. મોતની નોંધ કરી આગળની તપાસ શરૂ કરી છે.