હળવદમાં માર્ગ અકસ્માતની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં હળવદ વિનોબા ગ્રાઉન્ડ પાસે એસટી ચાલકે બાઈક ચાલકને અડફેટે લેતા બાઈક ચાલક આધેડનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ત્યારે અકસ્માતનાં પગલે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.
મળતી માહિતી અનુસાર, હળવદ વિનોબા ગ્રાઉન્ડ પાસે એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં હળવદ થી ધાંગધ્રા જઈ રહેલી એસટી બસના ચાલકે પોતાની બસ પુરાપાર ઝડપે ચલાવી અજીતગઢ પોતાના ઘરે પરત જઈ રહેલા બાઈક ચાલકને અડફેટે લીધો હતો. જેના કારણે બાઈક ચાલક આધેડ મનુભાઈ ગોકળભાઈ પટેલનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ત્યારે અકસ્માતનાં પગલે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. તેમજ ઘટનાની જાણ થતા તાત્કાલિક પોલીસ સ્ટાફ ધટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. તેમજ મૃતદેહને પીએમ અર્થે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.