મોરબી તાલુકાના જુના નાગડાવાસ ગામે રહેતા અમુભાઇ પ્રભાતભાઇ સાંતોલા ઉવ.૨૦ ગઈકાલ તા.૨૫/૦૮/૨૦૨૪ ના બપોરના સાડા ત્રણેક વાગ્યાના અરસામા પોતાના ઘરે કોઇ અગમ્ય કારણસર ગળેફાંસો ખાઇ લેતા તેમના કુટુંબી વેલજીભાઇ મેરાભાઇ સાંતોલાવાળા દ્વારા
અમુભાઈની ડેડબોડી અત્રેની સિવિલ હોસ્પિટલ ખાતે લાવતા ફરજ પર હાજર ડોક્ટરે જોઈ તપાસી અમુભાઈને મૃત જાહેર કરતા અકાળે મોતને વ્હાલું કરનાર યુવકના આપઘાત મામલે તાલુકા પોલીસ દ્વારા તપાસની તજવીજ હાથ ધરી છે.