Sunday, November 24, 2024
HomeGujaratવરસાદના કહેર વચ્ચે માનવતાની મહેર પ્રસરાવતુ મોરબીનું શ્રી જલારામ પ્રાર્થના મંદિર

વરસાદના કહેર વચ્ચે માનવતાની મહેર પ્રસરાવતુ મોરબીનું શ્રી જલારામ પ્રાર્થના મંદિર

સૌરાષ્ટ્ર સહિત આખા ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આજે પણ સૌરાષ્ટ્ર સહિત અનેક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. મચ્છુ નદીનું જળ સ્તર વધતા મચ્છુ 2 ડેમમાં 30 દરવાજા ખોલવામાં આવ્યા છે. જયારે બીજી તરફ ભારે વરસાદને પગલે ઘરોમાં પણ કેડ સમાણા પાણી ઘૂસ્યા હતા. જેથી મોટી સંખ્યામાં લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. જેને લઇ આફત સમયે તંત્રની સુચનાથી શહેરના સ્થળાંતરિતો માટે શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા ૧૦,૦૦૦ ફુડ પેકેટ તૈયાર કરવામાં આવ્યા છે.

- Advertisement -
- Advertisement -

વિવિધ પ્રકારની માનવ સેવા પ્રદાન કરતા મોરબીનાં શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા હરહંમેશ કુદરતી તેમજ માનવસર્જીત આફત સમયે સવિશેષ સેવા પ્રદાન કરવામાં આવે છે. ત્યારે તાજેતરમાં મોરબી જીલ્લામાં ભારે વરસાદે કહેર વર્ત્યો છે. તે સમયે સંસ્થા દ્વારા સંચાલિત ડો. કુસુમબેન એ.દોશી અન્નપૂર્ણા રથ દ્વારા શહેરના વિવિધ ઝુંપડપટ્ટી તેમજ દુર્ગમ વિસ્તારમાં ભોજન-પ્રસાદની વ્યવસ્થા કરી લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરવામાં આવી હતી. ત્યારે તંત્ર તરફથી સુચના મળતા મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા સ્થળાંતરિતો માટે ૧૦૦૦૦ ફુડ પેકેટ તૈયાર કરવામાં આવી રહ્યા છે. જેમાં ૧૦૦ કીલો ગાંઠીયા વિવેકભાઈ મીરાણી, ૧૦૦૦ ફુડ પેકેટનો સહયોગ શ્રી દરિયાલાલ અન્નક્ષેત્ર હ.અશ્વિનભાઈ કોટક તરફથી તેમજ જયેશભાઈ ટોળિયા તરફથી પ્રાપ્ત થયેલ છે. તે ઉપરાંત જ્યાં સુધી જનજીવન સામાન્ય ન થાય ત્યાં સુધી તંત્ર સાથે રહી સંસ્થા દ્વારા અવિરતપણે ભોજનપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવશે તેમ સંસ્થાના અગ્રણી ગીરીશભાઈ ઘેલાણીએ જણાવ્યુ છે. આ ભગીરથ સેવા કાર્યમાં ડો.કુસુમબેન એ.દોશી અન્નપૂર્ણા રથના મુખ્ય સહયોગી હીરેનભાઈ એ.દોશી, ગીરીશભાઈ ઘેલાણી, ચિરાગભાઈ રાચ્છ, ભાવીનભાઈ ઘેલાણી, હરીશભાઈ રાજા, જયેશભાઈ કંસારા, હીતેશભાઈ જાની, મનોજભાઈ ચંદારાણા, પ્રિતીબેન ચંદારાણા, ગીતાબેન કારીયા, નરશીભાઈ રાઠોડ, અનિલભાઈ ગોવાણી, પપ્પુભાઈ ચંડીભમર, મનોજભાઈ પંડિત, દીનેશભાઈ સોલંકી સહીતના સંસ્થાના અગ્રણીઓ અવિરત સેવા પ્રદાન કરી રહ્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!