મળતી માહિતી અનુસાર મોરબી સીટી એ ડિવિઝન પોલુસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન બાતમી મળેલ કે ભવાની ચોક મેઈન રોડ ઉપર જાહેરમાં અમુક શખ્સો જુગાર રમી રહેલ હોય જેથી ઉપરોક્ત સ્થળે રેઇડ કરતા ગંજીપત્તાના પાના વડે તીનપત્તીનો જુગાર રમી રહેલા ઈમરાન ઉમરભાઈ પઠાણ ઉવ.૩૯, ઓસમાનભાઈ ગનીભાઈ દાવલીયા ઉવ.૩૨, આશીફભાઈ દિલાવરભાઈ પઠાણ ઉવ.૩૨, પરેશભાઈ મનહરલાલ ઠાકર ઉવ.૫૮, ઈમરાનભાઈ યુનુષભાઈ દાવલીયા ઉવ.૨૬, યુનુસભાઈ જુમાભાઈ દાવલીયા ઉવ.૫૫ તથા ફિરોઝભાઈ જુસબભાઈ દાવલીયા ઉવ.૪૫ તમામ રહે.ભવાની ચોકવાળાની કુલ રોકડા રૂપિયા ૯ હજાર સાથે અટકાયત કરી તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.