પ્રાપ્ત માહિતી અનુસાર વાંકાનેર તાલુકાના લુણસર ગામે રહેતા દિપાલીબેન રમેશભાઇ ચાવડા ઉવ.૧૬ ગઈકાલ તા. ૨૮/૦૮ના રોજ સવારના ૧૦.૪૦ વાગ્યાના અરસામાં પોતાના ઘરે પથારીમાં સુતા હોય તે દરમિયાન ઝેરી સાપ કરડી જતા દીપાલીબેનને ઝેરી અસર થતા સારવાર માટે બેશુદ્ધ હાલતમાં વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. ત્યારે સર્જરી હોસ્પિટલમાં ફરજ પરના ડોક્ટરે જોઈ તપાસી દીપાલીબેનને મરણ ગયાનું જાહેર કર્યું હતું. સમગ્ર બનાવ મામલે પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી જઈ મૃત્યુના બનાવ અંગે પ્રાથમિક માહિતી મેળવી અ.મોત રજીસ્ટર કરી આગળની ઘટિત કાર્યવાહી કરવામાં આવી છે.