Sunday, November 24, 2024
HomeGujaratમોરબીનો જર્જરિત માળીયા-પીપળીયા સ્ટેટ હાઈવે ભારે વાહનો માટે અવર જવર બંધ કરાઈ...

મોરબીનો જર્જરિત માળીયા-પીપળીયા સ્ટેટ હાઈવે ભારે વાહનો માટે અવર જવર બંધ કરાઈ દિવસ માટે બંધ:ક્યા રસ્તાનો ઉપયોગ કરી શકાશે?જાણો અહી

ભારે વરસાદને કારણે કચ્છના પ્રવેશદ્વાર સમાન મોરબી કચ્છ હાઇવે ઉપર મચ્છુ નદીના પાણી ફરી વળતા નેશનલ હાઇવે બંધ કરાયો છે અને માળીયા મિયાણા તરફ જતા તમામ રસ્તાઓ પણ બંધ છે ત્યારે માળીયા નજીક નેશનલ હાઇવે તૂટી જતા તેને રીપેર કરવામાં આવી રહ્યો છે. જે વચ્ચે હવે મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા માળીયા-પીપળીયા સ્ટેટ હાઈવે 8 દિવસ માટે બંધ કરવા હુકમ કર્યો છે.

- Advertisement -
- Advertisement -

ગઈકાલે મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટ કે.બી.ઝવેરી દ્વારા જાહેરનામું બહાર પાડી માળીયા-પીપળીયા સ્ટેટ હાઇવે આજથી 8 દિવસ માટે બંધ કરવા હુકમ કરાયો છે. જાહેરનામામાં જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, માળીયા-પીપળીયા સ્ટેટ હાઇવેમાં ભારે વરસાદના કારણે નુકશાની થયેલ હોવાથી મેજર બ્રિજ કે જે અંદાજે ૪૦ વર્ષ જુનો હોવાના કારણે હાલની સ્થિતિ જોતાં વાહન વ્યવહાર ચાલુ રાખવો યોગ્ય ન જણાતો હોય, જેથી બ્રિજનું ઇન્સ્પેક્શન તથા મરામત યોગ્ય રીતે પૂર્ણ ન થાય ત્યાં સુધી પીપળીયા ચાર રસ્તાથી માળીયા નેશનલ હાઇવે સુધીનો રસ્તો ૮ માટે ભારે વાહનો માટે બંધ કરવામાં આવે છે. જયારે ભારે વાહનો માટે વૈકલ્પિક રસ્તાઓ પણ તેમના દ્વારા દેખાડવામાં આવ્યા છે. જેમાં જામનગર જવા માટે અમદાવાદ/કચ્છ તરફથી આવતા વાહન વ્યવહાર હાલ માળીયાથી પીપળીયા રસ્તાની જગ્યાએ માળીયાથી મોરબી ટંકારા/આમરણ ધ્રોલ લતીપર વાળા રસ્તાનો ઉપયોગ કરશે. જામનગર આમરણ તરફથી આવતા વાહનો કચ્છ તરફ જવા માટે પીપળીયા ચાર રસ્તા થી નવલખી ફાટક થી રવીરાજ ચોકડી થી માળીયા/કચ્છ તરફ જઇ શકાશે. જો કે, આ પ્રતિબંધિત રસ્તા પર જવા અમુક વાહનોને મુક્તિ પણ આપવામાં આવી છે. જેમાં સરકારી વાહનો, નગરપાલિકાના વાહનો, પી.જી.વી.સી.એલ.ના વાહનો, સબ વાહીની, એમ્બ્યુલન્સ, ફાયર ફાયટર, સ્કુલ/કોલેજના વાહનો, સામાજિક/ધાર્મિક પ્રસંગોને લગત ભારે વાહન, આવશ્યક ચીજ વસ્તુઓ સાથે સંકળાયેલા તમામ વાહનો તેમજ પૂર્વ મંજુરી મેળવેલ હોય તેવા વાહનોને આ જાહેરનામાની જોગવાઇઓના અમલમાંથી મુક્તિ આપવામાં આવે છે. તેમ મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટ કે.બી.ઝવેરી દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામામાં જણાવવામાં આવું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!