Saturday, September 21, 2024
HomeGujaratમોરબી:દારૂના ગુનામાં સંડોવાયેલા થાનગઢના આરોપીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો

મોરબી:દારૂના ગુનામાં સંડોવાયેલા થાનગઢના આરોપીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો

મોરબી ક્રાઇમ બ્રાંચ દ્વારા આરોપીની અટક કરી જૂનાગઢ જેલમાં ધકેલ્યો

- Advertisement -
- Advertisement -

મોરબી તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલ પ્રોહીબીશનના ગુનાના આરોપીની પાસા દરખાસ્ત મંજુર થતા સુરેન્દ્રનગર જીલ્લાના થાનગઢના શખ્સને મોરબી ક્રાઇમ બ્રાંચ દ્વારા શોધી ડિટેઇન કરી જૂનાગઢ જેલ હવાલે કરવામાં આવ્યો છે.

પ્રાપ્ત માહિતી મુજબ મોરબી જીલ્લા પોલીસ દ્વારા પ્રોહીબીશનમાં સંડોવાયેલા આરોપીઓની પાસા દરખાસ્ત તૈયાર કરી જીલ્લા મેજિસ્ટ્રેટ તરફ મોકલી આપતા જીલ્લા મેજિસ્ટ્રેટ કે.બી.ઝવેરી દ્વારા મોરબી તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલ પ્રોહીબીશનના કેસમાં સંડોવાયેલ આરોપી મેહુલભાઈ ગોવિંદભાઇ સવજીભાઈ સાબરીયાનું પાસા વોરંટ ઇસ્યુ કરેલ હોય જેથી મોરબી ક્રાઇમ બ્રાંચ પોલીસે અલગ અલગ ટીમ બનાવી આરોપી મેહુલભાઈ ગોવિંદભાઇ સવજીભાઈ સાબરીયા રહે.થાનગઢ જી.સુરેન્દ્રનગરવાળાને તેના રહેણાંક મકાનેથી ઝડપી લઈ ડિટેઇન કરી જૂનાગઢ જેલ હવાલે મોકલી આપવામાં આવ્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!