મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના માટેલ રોડ ઉપર સ્ટેલીન સ્ટેશનરી સામે આવેલ કોલોનીમાં રહેતા મૂળ બિહાર રાજ્યના વતની જયોતીબેન રૂપેશભાઇ યાદવ ઉવ.૨૨ એ ગઈકાલ તા.૦૨/૦૯ ના સાંજના સાડા છ વાગ્યાના અરસામા પોતાના ઘરે કોલોનીમા કોઇ કારણસર પોતાની જાતે પીળા રંગનુ એસીડ ગટગટાવી લેતા તેમને સારવાર અર્થે વાંકાનેર સરકારી હોસ્પિટલમાં તેમના પતિ રૂપેશભાઈ દ્વારા લાવતા જ્યાં પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યા હતા. ત્યારે આપઘાતના પ્રયાસની પ્રાથમીક તપાસમાં પરિણીતાના દોઢ વર્ષ પૂર્વે લગ્ન થયેલ હોવાની વિગતો તેમના પતિ રૂપેશભાઈએ આપી હતી. હાલ વાંકાનેર તાલુકા પોલીસે આપઘાતના પ્રયાસ અંગે જાણવા જોગ એન્ટ્રી નોંધી આગળની તપાસ વાંકાનેર તાલુકા પોલીસ પીએસઆઇ એલ.એ.ભરગા ચલાવી રહ્યા છે.