પ્રાપ્ત વિગતો અનુસાર ટંકારા તાલુકાનાં જોધપર (ઝાલા) ગામે રહેતા રંજનબેન મોહનભાઇ પારઘીએ ગત તા.૨૦ના રોજ બપોરના પોતાના ઘરે ગળાફાંસો ખાઇ લેતા તેનું મૃત્યુ નીપજ્યું છે. રંજનબેને માનસીક બીમારીના કારણે અંતિમ પગલું ભર્યું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. ઉલ્લેખનીય છે કે મૃતકનો લગ્નગાળો ૧૪ વર્ષનો છે. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.