મિની ચેરાપુજી ગણાતી ટંકારા નગરીમાં ચોમાસા દરમિયાન કલ્પના ન કરી હોય ને આકાશી ગળેડાટી સાથે વરસાદ શરૂ થઈ જાય છે ત્યારે આજે સવારે દશેક વાગ્યાના સુમારે ટંકારા પંથકમાં અનરાધાર વરસાદથી પાણી પાણી થઈ ગયા છે. ખેતરો માથી પાણી ઉભરાઈ ને વોકળા નદીમાં વહી રહા છે. બીજી તરફ મોરબી જિલ્લા માં પણ વરસાદી માહોલ જામ્યો છે છાટા છુટી વચ્ચે વાકાનેર અને મોરબીમાં રેડુ વરસ્યુ છે.