Thursday, September 19, 2024
HomeGujaratમોરબીના ખખડધજ રોડ રસ્તાને લઇને કોંગ્રેસે વેપારીઓ સાથે ઢોલ નગારા લઈ નોંધાવ્યો...

મોરબીના ખખડધજ રોડ રસ્તાને લઇને કોંગ્રેસે વેપારીઓ સાથે ઢોલ નગારા લઈ નોંધાવ્યો વિરોધ

મોરબી શહેરમાં ભારે વરસાદને કારણે અનેક રોડ રસ્તા ધોવાઈ ગયા હતા તો અનેક રોડ રસ્તાની હાલત દયનીય થઈ ગયા છે. તો શહેરના અનેક વિસ્તારના રસ્તાઓ બિસ્માર હાલતમાંજોવા મળી રહ્યા છે. ત્યારે આજરોજ જુના બસ સ્ટેન્ડના વેપારીઓને સાથે રાખી કોંગ્રેસના આગેવાનોએ ઢોલ નગારા સાથે વિરોધ નોંધાવ્યો હતો.

- Advertisement -
- Advertisement -

મોરબી શહેરના જુના બસ સ્ટેન્ડ રોડની હાલત અતિ દયનીય જોવા મળી રહી છે. જેથી આજે કોંગ્રેસના આગેવાનોએ સ્થાનિક વેપારીઓને સાથે રાખો વિરોધ પ્રદર્શન કર્યુ હતું. કોંગ્રેસ અગ્રણીઓ સ્થાનિક આગેવાનો અને વેપારીઓ સાથે ઢોલ નગારા વગાડતા પાલિકા કચેરીએ પહોંચ્યા હતા. અને ઢોલ નગારા વગાડી સુતેલા તંત્રને જગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસ આગેવાનોએ રજૂઆત કરી તાત્કાલિક ધોરણે રોડ રસ્તા રિપેર કરવામાં આવે તેવી માંગ કરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!