Friday, September 20, 2024
HomeGujaratમોરબીમાં શ્રધ્ધા સોસાયટી પાછળ ઝાડી-ઝાંખરમાં છુપાવેલ વિદેશી દારૂની ૨૪ બોટલ સાથે એક...

મોરબીમાં શ્રધ્ધા સોસાયટી પાછળ ઝાડી-ઝાંખરમાં છુપાવેલ વિદેશી દારૂની ૨૪ બોટલ સાથે એક ઝડપાયો

મોરબી સીટી બી ડિવિઝન પોલીસને બાતમી મળેલ કે શ્રધ્ધા પાર્ક સોસાસાયટીમાં રહેતા વિરપાલસિંહ જાડેજા શ્રધ્ધા સોસાયટી પાછળ વિદેશી દારૂનો જથ્થો રાખી તેનું વેચાણ કરે છે. જેથી પોલીસે મળેલ બાતમી મુજબને સ્થળે રેઇડ કરતા ઝાડી-ઝાંખરમાં છુપાવીને રાખેલ વિદેશી દારૂની ગ્રીન લેબલ વ્હિસ્કીની ૨૪ બોટલ કિ.રૂ.૮,૧૬૦/-સાથે આરોપી વિરપાલસિંહ પ્રવીણસિંહ જાડેજા ઉવ.૨૧ રહે- શ્રધ્ધાપાર્ક સોસાયટી, યમુના સોસાયટીની બાજુમા મોરબી મુળગામ-મોળા તા.જી. જામનગરની અટક કરવામાં આવી હતી. દરોડા દરમિયાન પકડાયેલ આરોપી સામે પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!