Monday, December 23, 2024
HomeGujaratમોરબીમાં લાકડાની ફેક્ટરીમાં આગમાં દાઝી ગયેલ શ્રમિક યુવકનું સારવારમાં મોત

મોરબીમાં લાકડાની ફેક્ટરીમાં આગમાં દાઝી ગયેલ શ્રમિક યુવકનું સારવારમાં મોત

મોરબીના રવાપર(નદી) ગામ પાસે આવેલ એક્સપર્ટ પાર્ટીકલ બોર્ડ નામની લાકડાની ફેક્ટરીમાં ગત તા.૧૪/૦૯ના રોજ અકસ્માતે લાગેલી આગમાં મૂળ યુપીના ગાદીપુર જીલ્લાના વતની હાલ મોરબી રહેતા કુલદીપભાઈ ઉવ.૨૧ નામના શ્રમિક યુવક ગંભીર રીતે દાઝી જતા તેને પ્રથમ મોરબીની ખાનગી હોસ્પિટલ ત્યારબાદ વધુ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યા હતા જ્યાં તેઓને બર્ન્સ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યારે સારવાર કારગત ન નિવડતા કુલદીપભાઈનું મૃત્યુ નીપજ્યું હતું. હાલ રાજકોટ સિવિલ હોસ્પિટલ ચોકીએ પ્રાથમિક વિગતો મેળવી લાશનું ઇન્કવેસ્ટ પંચનામા સહિતની આગળની કામગીરી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!