Wednesday, December 25, 2024
HomeGujaratહળવદના નવા ઘનશ્યામગઢ ગામે જુગટુ રમતા ૭ ને રોકડા ૨.૩૦ લાખ સાથે...

હળવદના નવા ઘનશ્યામગઢ ગામે જુગટુ રમતા ૭ ને રોકડા ૨.૩૦ લાખ સાથે પકડી લેવાયા

હળવદ પોલીસ મથક ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન બાતમી મળેલ કે નવા ઘનશ્યામગઢ ગામે અમુક શખ્સો ગંજીપત્તાના પાના વડે તીનપત્તીનો જુગાર રમી રહેલ હોય જેથી તુરંત નવા ઘનશ્યામગઢ ગામ ખાતે રેઇડ કરતા પૈસાની હારજીતનો ત્રણ પાનાના જુગારની બાઝી માંડી બેઠેલા બાલુભાઈ ગોરધનભાઇ સુરાણી ઉવ.૫૫ રહે.નવા ઘનશ્યામગઢ, જયેશભાઈ ભુદરભાઈ ગોપાણી ઉવ.૩૫ રહે.નવા ઘનશ્યામગઢ, વિનોદભાઈ ચંદુભાઈ એરવાડીયા ઉવ.૪૦ રહે.નવા ઘનશ્યામગઢ, વિપુલભાઈ કાળુભાઇ ઝીંઝુવાડીયા ઉવ.૪૦ રહે.ટીકર, રજનીકાંત ગુણવંતરાય નિમાવત ઉવ.૩૫ રહે.ઈંગોરાળા ગામ, યોગરાજસિંહ ધીરૂભા ઝાલા ઉવ.૪૭ રહે. હળવદ શ્રીજી દર્શન સોસાયટી તથા યુવરાજસિંહ નટુભા ચુડાસમા ઉવ.૪૧ રહે.ધ્રાંગધ્રા પુનિતનગરને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા છે. હળવદ પોલીસે સ્થળ ઉપરથી રોકડા રૂ.૨,૩૦,૩૦૦/- કબ્જે કરી તમામ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!