Sunday, October 6, 2024
HomeGujaratરાજસ્થાન રાજ્યમાં ચોરી વિશ્વાસઘાતના ગુનામાં સંડોવાયેલ આરોપીને મોરબી પેરોલ ફર્લો સ્ક્વોડે દબોચી...

રાજસ્થાન રાજ્યમાં ચોરી વિશ્વાસઘાતના ગુનામાં સંડોવાયેલ આરોપીને મોરબી પેરોલ ફર્લો સ્ક્વોડે દબોચી લીધો

મોરબી પેરોલ ફર્લો સ્ક્વોડ પોલીસ ટીમે પૂર્વ બાતમીને આધારે રાજસ્થાન રાજ્યના ડુંગરપુર જીલ્લાના બીછીવાડા પોલીસ મથકમાં નોંધાયેલ ચોરી/વિશ્વાસઘાતના ગુનામાં છેલ્લા દશેક માસથી નાસતો ફરતો મૂળ મોરબીના આરોપીને ઝડપી લઈ આગળની ધોરણસરની કાર્યવાહી માટે સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં સોંપવા તજવીજ હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી પેરોલ ફર્લો સ્કવોડના એએસઆઈ વિક્રમસિંહ બોરાણા તથા હેડ કોન્સ.બળદેવભાઇ વનાણીને ખાનગીરાહે હકિકત મળેલ કે રાજસ્થાન રાજ્યના ડુંગરપુર જીલ્લાના બીછીવાડા પોલીસ મથકમાં નોંધાયેલ ચોરી તથા વિશ્વાસઘાતના ગુનાના સંડોવાયેલ આરોપી મકબુલ હમીદભાઇ લતીફભાઇ રહે. મોરબી મેમણ શેરીવાળો હાલ મોરબી વીસી ફાટક પાસે ઉભેલ હોય તેવી ચોકકસ બાતમી મળતા જે હકિકત આધારે તપાસ કરવામાં આવી હતી. ત્યારે ઉપરોકત ગુનામાં છેલ્લા દસ માસથી નાસતો ફરતો આરોપી મકબુલ હમીદભાઇ લતીફભાઇ રહે.મોરબી ગ્રીનચોક કુબેરનાથ રોડ મેમણ શેરીવાળો મળી આવતા તેને હસ્તગત કરી મોરબી પેરોલ ફર્લો સ્ક્વોડ કચેરી ખાતે લાવી આગળની કાર્યવાહી અર્થે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકે સોંપવા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!