Tuesday, October 8, 2024
HomeGujaratમોરબીના લીલાપર રોડ ખાતેથી વિદેશી દારૂની ૬ બોટલ સાથે બુટલેગરની ધરપકડ

મોરબીના લીલાપર રોડ ખાતેથી વિદેશી દારૂની ૬ બોટલ સાથે બુટલેગરની ધરપકડ

મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ ખડીયાવાસમાં એ ડિવિઝન પોલીસે રેઇડ કરી આરોપીના ઘરની બાજુમાં આવેલ ખુલ્લી જગ્યામાંથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની ૬ બોટલ સાથે બુટલેગરની અટકાયત કરવામાં આવી હતી.

- Advertisement -
- Advertisement -

પ્રાપ્ત માહિતી અનુસાર સૂતી એ ડિવિઝન પોલીસ ટીમને બાતમી મળેલ કે લીલાપર રોડ ખાતે આવેલ ખડીયાવાસમાં રહેતા દેવરાજભાઈ પોતાના ઘરની બાજુમાં આવેલ ખુલ્લી જગ્યામાં વિદેશી દારૂનો જથ્થો રાખી તેનું વેચાણ કરે છે, જેથી તુરંત મળેલ બતમીના સ્તગલ તપાસ કરતા એક ઈસમ પ્લાસ્ટિકના ઝબલામાં શંકાસ્પદ હાલતમાં કોઈ વસ્તુની હેરાફેરી કરતો જોવામાં આવતા તેને રોકી તલાસી લેતા પ્લાસ્ટિકના ઝબલામાંથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની ૦૬ નંગ બોટલ મળી આવી હતી. આ સાથે આરોપી દેવરાજભાઈ બાબુભાઈ છુસીયા ઉવ.૨૫ રહે લીલાપર રોડ ખડીયાવાસવાળાની સ્થળ ઉપરથી અટક કરી તેની વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ મથકમાં પ્રોહી. હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!