Saturday, November 23, 2024
HomeGujaratમોરબી:મુદ્દલ-વ્યાજ આપી દીધા છતા વેપારી યુવક પાસે રૂપિયાની પઠાણી ઉઘરાણી કરતા ૨...

મોરબી:મુદ્દલ-વ્યાજ આપી દીધા છતા વેપારી યુવક પાસે રૂપિયાની પઠાણી ઉઘરાણી કરતા ૨ વ્યાજખોર સામે ફરિયાદ

મોરબીમાં વેપારી યુવકે ૨.૫૦ લાખ વ્યાજે રૂપિયા લીધા હોય તેની સામે ૬.૫૦ લાખ ચૂકવી દીધા હોવા છતા છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી તથા વારંવાર ફોન કરી ગાળો આપી હજુ ૮ લાખની ઉઘરાણી કરતા બે વ્યાજખોર સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે બંને વ્યાજખોર સામે ગેરકાયદેસર ગુજરાત નાણા ધીરધાર કરવા ઉપર પ્રતિબંધ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મોરબીના સ્કાય મોલ સામે સોમનાથ એપાર્ટમેન્ટના બ્લોક નં.૪૦૨,૩માં રહેતા હર્ષભાઇ જગદીશભાઈ ફેફર ઉવ.૨૬ એ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં આરોપી બે વ્યાજખોર ભરત ઉર્ફે બી.કે કાળુભાઇ ગોગરા રહે. લીલાપર રોડ બોરીચાવાસ તથા રાજન ભરતભાઇ કાતડ રહે.શનાળા બાયપાસ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું કે હર્ષભાઈને ધંધામાં રૂપિયાની જરૂરિયાત ઉભી થતા તેમના મિત્ર રાજન મારફત ભરત ઉર્ફે બી.કે પાસેથી જૂન માસમાં ૨.૫૦ લાખ વ્યાજે રૂપિયા લીધા હતા, જેનું વ્યાજ ૩૭,૫૦૦/- દર મહિને નિયમિત ચૂકવતા હતા. ત્યારે તા. ૨૫/૦૯ સુધીમાં ૬.૫૦ લાખ ચૂકવી દીધા હતા, છતા પણ હજુ ૮ લાખની માંગણી કરી બંને આરોપીઓ દ્વારા ફોનમાં તથા રૂબરૂ અપશબ્દો આપી રૂપિયાની પઠાણી ઉઘરાણી કરતા હોય, ગત તા. ૦૬/૧૦ ના રોજ હર્ષભાઈને આરોપી રાજને ફોન કરી જુના ઘુટુ રોડ ઉપર બોલાવી આરોપી ભરત ઉર્ફે બી.કે. દ્વારા છરી પેટ પાસે રાખી અત્યારે જ ૮ લાખ રૂપિયા ઘરેથી મંગાવવા દબાણ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, આ ઉપરાંત હર્ષભાઈના અન્ય મિત્રને આ આરોપી ભરત પાસેથી વ્યાજે રૂપિયા લેવડાવ્યા હતા તેના વ્યાજની પણ હર્ષભાઈ પાસે ઉઘરાણી કરતા હોય જેથી બંને વ્યાજખોરોના માનસિક ત્રાસથી કંટાળી બંને વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા હાલ પોલીસે વ્યાજની પઠાણી ઉઘરાણી, ધાક ધમકી સહિતની લાગુ પડતી કલમો હેઠળ બંને આરોપીઓ સામે ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!