Sunday, October 13, 2024
HomeGujaratમોરબીના રાજપર ગામ નજીક વાડીમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો

મોરબીના રાજપર ગામ નજીક વાડીમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો

મોરબીના રાજપર ગામ નજીક બાબુભાઇ ધરમશીભાઈ મોરજાની વાડીમાંથી અજાણ્યા પરપ્રાંતિય જેવા લાગતા પુરુષનો મૃતદેહ મળી આવ્યો છે. હાલ બનાવની જાણ પોલીસને કરતા તાલુકા પોલીસ ટીમ સ્થળ ઉપર જઈ તપાસ શરૂ કરી છે.

- Advertisement -
- Advertisement -

મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના રાજપર ગામની સીમમાં બાબુભાઈ ધરમશીભાઈ મોરજાની વાડીમાંથી અજાણ્યા પુરુષનો કોઈ કારણોસર મરણ ગયેલ હાલતમાં મૃતદેહ મળી આવવાની ઘટના સામે આવી છે. સમગ્ર બનાવને લઈને રજનીકાંતભાઈ ઉર્ફે રમેશભાઈ કચરાભાઈ દ્વારા પોલીસમાં જાણ કરતા તાલુકા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી પ્રાથમિક વિગતો મેળવી મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખાતે ખસેડવા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. હાલ પોલીસે અજાણ્યા પુરુષના મળી આવેલ મૃતદેહ અંગે અ.મોતની નોંધ કરી વાલી-વારસની શોધખોળ શરૂ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!