મોરબીમાં શનાળા રોડ નવા બસ સ્ટેન્ડ નજીક આવેલ સુપર માર્કેટના પાર્કિંગ એરિયામાં પાર્ક કરેલ એલઆઇસી એજન્ટના બાઇકની કોઈ અજાણ્યા વાહન ચોર દ્વારા ચોરી કરીને લઈ ગયા હોવાની સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
બાઇક ચોરી અંગેની મળતી માહિતી મુજબ મોરબીના રવાપર રોડ ઉપર નીતિન સોસાયટીમાં રહેતા પ્રવીણભાઈ જીવરાજભાઈ કકાસણીયા ઉ.૫૨ ગત તા.૧૬ જુલાઈના સાંજના સમયે પોતાનું હીરો કંપનીનું સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ રજી.નં. જીજે-૩૬-પી-૫૪૪૩ વાળું લઈને નવા બસસ્ટેન્ડ નજીક આવેલ સુપર માર્કેટમાં કોઈ કામ સબબ ગયા હતા ત્યારે તેમને તેમનું બાઇક સુપર માર્કેટના પાર્કિંગ એરિયામાં પાર્ક કર્યું હતું, ત્યારે કામ પૂર્ણ કરીને પરત આવીને જે જગ્યાએ મોટર સાયકલ પાર્ક કર્યું હોય ત્યાં જોવા ન મળતા મોટર સાયકલની પોતાની રીતે આજુબાજુમાં તપાસ કરી હતી જે મળી ન આવતા કોઈ અજાણ્યો વાહન ચોર ચોરી કરી લઈ ગયો હોવાનું સામે આવતા પ્રથમ ઇ-એફઆઈઆર બાદ રૂબરૂ એ ડિવિઝન ખાતે બાઇક ચોરી અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા વાહન ચોર સામે ગુનો નોંધી ચક્રો ગતિમાન કર્યા છે.