મોરબી તાલુકાના ઉંચી માંડલ ગામે આવેલ ઓરીંડા સીરામીક ફેક્ટરીના લેબર ક્વાર્ટરના પહેલા મકેથી નીચે પટકાયેલ જગદીશસીંગ છત્રુગનસીંગ ઉવ.૨૪ રહે. ઓરીંડા સીરામીક લેબર ક્વાર્ટરવાળાનું ગંભીર ઇજાઓ કારણે મૃત્યુ નીપજ્યું હતું. જેથી મૃતકની ડેડબોડી પીએમ અર્થે મોરબી સરકારી હોસ્પિટલમાં લાવતા હાજર તબીબ દ્વારા પોલીસને જાણ કરતા પોલીસે મૃત્યુના બનાવ અંગે અ. મોતની નોંધ કરી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી છે.