Friday, October 18, 2024
HomeGujaratહળવદ:વાડીએ કામ કરતી વેળા વિજલાઈનને અડકી જતા બે ખેત-શ્રમિકોને લાગેલ વિજશોકમાં યુવતીનું...

હળવદ:વાડીએ કામ કરતી વેળા વિજલાઈનને અડકી જતા બે ખેત-શ્રમિકોને લાગેલ વિજશોકમાં યુવતીનું મૃત્યુ,એક સારવાર હેઠળ

હળવદ તાલુકાના સરંભડા ગામે વાડીએ થ્રેશર મશીનમાં કામ કરતી વેળા મશીન ઉપરથી પસાર થતી વિજલાઈનને અડકી જતા બે ખેત-શ્રમિકોને વીજશોક લાગતા બંનેને હળવદની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા, જે પૈકી ૧૮ વર્ષીય ખેત શ્રમિક યુવતીને સારવાર મળે તે પહેલા તેનું મોત નીપજ્યું હતું, જ્યારે ખેતશ્રમિક યુવકને સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યો છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના સરંભડા ગામે ચુનીલાલ શાંતિલાલ વિરડીયાની વાડીએ ગઈકાલ તા.૧૬/૧૦ના રોજ થ્રેશર મશીન દ્વારા મગફળી કાઢવાનું કામ ચાલુ હોય ત્યારે મશીન ઉપરથી પસાર થતી વિજલાઈનને ખેત-શ્રમિક અડી જતા કુલ બે ખેતશ્રમિક અલ્પેશભાઈ અને ૧૮ વર્ષીય જિયાબેન ભાઈ સોફાનભાઈ ઉદેસિંગભાઈ રાઠવા કલેશ ઉ.વ.-૧૮ રહે.હાલ- સરંભડા ગામની સીમ અનિલભાઈ ગઢવી તથા ચુનીલાલ શાંતીલાલ વીરડીયાની વાડીએ તા-હળવદ મુળરહે- અંદરકાશ રયાછા તા.ભાવરા એમ બે ખેત શ્રમિકને વીજશોક લાગ્યો હતો, જેથી બંનેને સારવાર અર્થે હળવડની ખાનગી હોસ્પિટલમાં લાવતા જ્યાં જીયાબેનને જોઈ તપાસી ડોક્ટરે મૃત જાહેર કરી હતી જ્યારે અલ્પેશભાઈની સારવાર ચાલુ હોય, બનાવના પગલે પોલીસને જાણ કરતા પોલીસે મૃતક યુવતીના પિતા પાસેથી પ્રાથમિક વિગતો મેળવી મૃત્યુની નોંધ કરી આગળની તપાસ શરૂ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!