Friday, October 18, 2024
HomeGujaratમોરબી:“તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત પોલીસ દ્વારા મહિલાનું સોનાના ઘરેણા અને રોકડ...

મોરબી:“તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત પોલીસ દ્વારા મહિલાનું સોનાના ઘરેણા અને રોકડ રૂપીયા ભરેલ પર્સ શોધી પરત સોંપાયું

મોરબી:“તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત પોલીસ દ્વારા મહિલાનું સોનાના ઘરેણા અને રોકડ રૂપીયા ભરેલ પર્સ શોધી પરત સોંપાયુંમોરબી સીટી બી ડીવીજન પોલીસ દ્વારા નેત્રમ શાખાની મદદથી મોરબીની મહિલાને સોનાના ઘરેણા તથા રોકડ રૂપીયા ૪૦૦૦/- ભરેલ પર્સ શોધી કાઢી “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત પરત આપાવ્યા છે. જે બાદલ અરજદાર મહિલાએ મોરબી સીટી બી ડીવીજન પોલીસ અને નેત્રમ શાખાનો આભાર માન્યો છે.

- Advertisement -
- Advertisement -

 

મોરબી જીલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠીએ પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવા સુચના કરેલ હોય જે અન્વયે મોરબી સીટી બી ડીવીજન પોલીસ દ્વારા અરજદાર કૈલાશબેન આદ્રોજા (રહે- રામકો બંગલો રવાપર રોડ મોરબી) મોરબી ગાંધીચોક થી મહેંદ્રનગર ચોકડી સી.એન.જી. રિક્ષામા આવેલ જેમા મહિલા પોતાનુ પર્સ ભુલી ગયેલ હોય જેમા સોનાના ઘરેણા અંદાજીત કિંમત રૂ.૧,૫૦,૦૦૦/- તથા રોકડ રૂપીયા ૪૦૦૦/- હતા. જે બાબતે પોલીસ સ્ટેશન આવીને જાણ કરતા હે કોન્સ્ટેબલ ડી.એમ.રાંકજાએ નેત્રમ શાખાની મદદથી સી.એન.જી. રિક્ષાને શોધી કાઢતા સી.એન.જી. રિક્ષા ચાલક મહેંદ્રભાઇ હેમરાજભાઇ શ્રીમાળી (રહે-રોહીદાશપરા મોરબી) પોતે બે દીવસથી પોતાની રિક્ષામા પર્સ લઇને અરજદારને શોધતા હોવાનુ જણાઇ આવ્યું હતું અને રીક્ષા ચાલકે પોતાની ઇમાનદારી દાખવી જેથી રિક્ષા ચાલકને હાથે જ અરજદરાને પોતાનુ પર્સ પરત અપાવી સુરક્ષા સાથે સેવાનુ ઉત્તરદાયિત્વ નિભાવી, પોલીસ પ્રજાની મિત્ર છે એ સુત્ર મોરબી બી ડિવિઝન પોલીસે સાર્થક કરી બતાવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!