ઇન્ડિયન લાયન્સ ક્લબ અને આયુષ હોસ્પિટલ મોરબી દ્વારા ફ્રી હેલ્થ ચેકઅપ મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જે હેલ્થ ચેકઅપ કેમ્પમાં નિઃશુલ્ક ઇસીજી, એક્સ રે, અને આરબીએસ (બ્લડ સુગર) સહિતનું ચેકઅપ કરવામાં આવ્યું હતું. જેમાં 250 થી વધુ લોકોએ લાભ લીધો હતો.
ઈન્ડિયન લાયન્સ ક્લબ અને આયુષ હોસ્પિટલ દ્વારા તા. 17/10/2024 ના રોજ પુરષોતમ ચોક, રાધા કૃષ્ણ મંદિર ખાતે ફ્રી હેલ્થ ચેકઅપ મેગા કેમ્પનું આયોજન કર્યું હતું. જે કેમ્પમાં નિ:શુલ્ક ઇસીજી, એક્સ રે અને આરબીએસ (બ્લડ સુગર) સહિતની ટ્રીટમેન્ટ આપવામાં આવી હતી. આ ફ્રી હેલ્થ ચેકઅપ કેમ્પમાં 250 થી વધુ લોકોએ આરોગ્ય સુવિધાનો લાભ લીધો હતો. ઇન્ડિયન લાયન્સ ક્લબના પ્રમુખ રૂચિર કારીયા દ્વારા તમામ ભક્તો માટે નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી..