મોરબી તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલ પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ ઇસમ વિરુદ્ધ પાસા દરખાસ્ત મંજુર થતા મોરબી ક્રાઇમ બ્રાંચ પોલીસ દ્વારા આરોપીને પકડી લઈ સુરત લાજપોર જેલ હવાલે કરવામાં આવ્યો હતો.
મોરબી જીલ્લા પોલીસવડા રાહુલ ત્રિપાઠી દ્વારા પ્રોહીબીશનના ગુન્હામાં સંડોવાયેલ ઇસમો સામે પાસા દરખાસ્ત તૈયાર કરી જીલ્લા મેજિસ્ટ્રેટને મોકલતા, પ્રોહીબીશન ગુનામાં સંડોવાયેલ આરોપી ધનરાજસિંહ ઉર્ફે ધનરાજ શાંતુભા મકવાણા હાલ રહે.મોરબી વાવડીરોડ શ્રીજીપાર્ક સોસાયટીવાળાનું પાસા વોરંટ ઇશ્યુ કરેલ હોય જેથી તેની અટકાયત કરવા એલ.સી.બી. પોલીસ દ્વારા અલગ અલગ ટીમ બનાવી આરોપી ધનરાજસિંહ ઉર્ફે ધનરાજ શાંતુભા મકવાણા ઉવ-૨૫ હાલ રહે.મોરબી વાવડીરોડ શ્રીજીપાર્ક સોસાયટી મુળરહે.પંચાસર રોડવાળાને પાસા એકટ તળે ડીટેઇન કરી લાજપોર મધ્યસ્થ જેલ સુરત ખાતે મોકલી આપવામાં આવેલ છે.