ધંધો બરાબર ચાલશે તેમ કહી સોનાનો ચેઇન, કાંપ, બુટી તથા ૫૦ હજાર રોકડ મેળવી ઠગાઇ આચરી
મોરબીના શકત શનાળા ગામે આજથી બે મહિના પહેલા ગામના જ યુવકને ધંધો બરાબર ચાલશે તેમ વિશ્વાસ કેળવી વિધિ કરવાના બહાને સોનાના જુદાજુદા ઘરેણાં તેમજ રોકડ સહિત રૂ. ૩.૩૦ લાખની માલમત્તા મેળવી છેતરપિંડી કરતા પાંખડી સામે સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ શકત શનાળા ગામે દલીત વાસમાં રહેતા ભરતભાઇ નરશીભાઈ સનારીયા ઉવ.૩૯ એ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં આરોપી નિલેશગીરી ઉર્ફે નવીનગીરી મોતીગીરી ગોસાઈ રહે.મોરબી શકત શનાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે આજથી આશરે બે મહિના અગાઉ આરોપી નિલેશગીરી ઉર્ફે નવીનગીરીએ ફરીયાદી ભરતભાઇને ધંધો રોજગાર બરાબર ચાલશે તેમ કહીને વિશ્વાસ કેળવી આ માટે વિધિ કરાવવી પડશે તેમ જણાવ્યું હતું, જેથી વિધી કરવાના બહાને ફરિયાદી ભરતભાઇ પાસેથી સોનાની ચેન નંગ-૧ આશરે અઢી તોલા કિ.રૂ. ૧.૫૦ લાખ તથા સોનાના કાપ નંગ-૨ આશરે અડધા તોલા કિ.રૂ. ૩૦ હજાર, સોનાની બુટી નંગ-૬ આશરે એક તોલા કિ.રૂ. ૭૦ હજાર તેમજ સોનાની વિટી નંગ-૨ આશરે અડધા તોલા કિ.રૂ. ૩૦ હજાર આ સિવાય રોકડા રૂ.૫૦ હજાર એમ કુલ રૂ. ૩.૩૦ લાખની માલમત્તા મેળવી લાઇ ફરિયાદી સાથે છેતરપીડી વિશ્વાસઘાત કર્યો હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી તજવીજ હાથ ધરી છે.