Thursday, May 14, 2026
HomeGujaratમાળીયામાં જૂની અદાવતમાં કાકા-ભત્રીજા પર હુમલો, થાર ગાડી હડફેટે ઇજા પહોંચાડ્યાનો આક્ષેપ

માળીયામાં જૂની અદાવતમાં કાકા-ભત્રીજા પર હુમલો, થાર ગાડી હડફેટે ઇજા પહોંચાડ્યાનો આક્ષેપ

સામસામી ગાડી આવી જવા મુદ્દે થયેલી બોલાચાલીનો ખાર રાખી હુમલો કરાયો, સ્કોર્પિયો કારને ટક્કર મારી નુકસાન પહોંચાડ્યું, ત્રણ મહિના બાદ ફરિયાદ નોંધાઈ.

- Advertisement -
- Advertisement -

માળીયા(મી) ખાતે ત્રણ મહિના અગાઉ બનેલા હુમલાના બનાવમાં પાંચ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધાયો છે. જૂની બોલાચાલીનો ખાર રાખી આરોપીઓએ કાકા-ભત્રીજા સાથે ઝઘડો કરી થાર ગાડીથી હડફેટે લેતા ઇજા પહોંચાડી હતી. તેમજ ભત્રીજાની સ્કોર્પિયો કારને ટક્કર મારી નુકસાન પહોંચાડ્યાના આક્ષેપો સાથે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવતા, પોલીસે પાંચેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

માળીયા(મી)માં ગાડી સામસામી આવી જવા બાબતે અગાઉ થયેલી બોલાચાલીનું મનદુઃખ રાખી કાકા-ભત્રીજા પર હુમલો કરાયાની ફરિયાદ પોલીસમાં નોંધાઈ છે. બનાવ અંગે માળીયા(મી) વાડા વિસ્તારમાં રહેતા રફીકભાઈ કાદરભાઈ જેડાએ માળીયા(મી) પોલીસ મથકમાં આરોપી (૧)મોશીન નુરાલીભાઇ મોવર, (૨)ફારૂક નુરાલીભાઇ મોવર, (૩)નુરાલી આમદભાઇ મોવર, (૪)વિરમભાઈ નુરાલીભાઇ મોવર તથા (૫)નવાજ ડાડા મોવર બધા રહે. માળીયા(મી) ત્રણ રસ્તા પાસે વાળા વિરુદ્ધ નોંધાવેલી ફરિયાદ મુજબ ગત તા. ૨૮/૦૩/૨૦૨૬ના રોજ રાત્રિના સમયે રફીકભાઈ પોતાના ભત્રીજા નવાબ યુસુફભાઈ જેડા સાથે માળીયા હાઈવે ઉપર આવેલી વિશાલા હોટલ ખાતે ચા પીવા ગયા હતા. ત્યારે ત્યાં આરોપી મોશીન નુરાલીભાઈ મોવર પોતાની ક્રેટા કાર લઈને ત્યાં આવ્યો હતો અને જૂની અદાવતનો ખાર રાખી ગાળો આપી ઝઘડો શરૂ કર્યો હતો.

બાદમાં આરોપી ફારૂક નુરાલીભાઈ મોવર થાર ગાડી લઈને પહોંચ્યો હતો. જેથી ફરિયાદી રફીકભાઈ ગાડીમાંથી નીચે ઉતરી ગયા હતા જ્યારે તેમનો ભત્રીજો નવાબ બીકના કારણે સ્કોર્પિયો કાર લઈને ત્યાંથી નીકળી ગયો હતો. આ દરમિયાન આરોપી ફારૂકે પોતાની થાર ગાડી પુરઝડપે હંકારી ફરિયાદીને હડફેટે લીધા હતા, જેના કારણે ફરિયાદીને ડાબા હાથમાં ફ્રેક્ચર તથા જમણા પગે ઇજા પહોંચી હતી. બાદમાં નવાબ સ્કોર્પિયો કાર રસ્તા પર મૂકી ભાગી જતા આરોપી ફારૂકે થાર ગાડી રિવર્સમાં લઈ સ્કોર્પિયો કારને ટક્કર મારી નુકસાન પહોંચાડ્યું હતું. ઉપરાંત આરોપીઓ મોશીન, ફારૂક, વિરમ અને નવાઝ ડાડા મોવર ધોકા, ધારીયા અને છરી જેવા હથિયારો સાથે ફરિયાદીના કાકા ઇસ્માઈલભાઈની વાડી સુધી પહોંચી ગયા હોવાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા. હાલ સમગ્ર બનાવ અંગે પોલીસે પાંચેય આરોપીઓ સામે બીએનએસ, જીપી એક્ટ સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!