Saturday, October 26, 2024
HomeGujaratછેલ્લા ચાર વર્ષથી માત્ર માં નર્મદાના પાણી પર જીવંત દાદાગુરુની ટંકારામાં પધરામણી:પોલીસ...

છેલ્લા ચાર વર્ષથી માત્ર માં નર્મદાના પાણી પર જીવંત દાદાગુરુની ટંકારામાં પધરામણી:પોલીસ મથકમાં વૃક્ષ વાવી પ્રકૃતીને સાચવવા સંદેશ આપ્યો

છેલ્લા ચાર વર્ષથીમાં નર્મદાના પાણીથી જીવંત દાદાગુરૂએ ટંકારામાં પધરામણી કરી હતી. દાદગુરુએ ટંકારા પોલીસ મથકે એક વુક્ષ વાવેતર કરી ધર્મ, ધરા, પર્યાવરણ પ્રકૃતીને જીવની ગણાવી હતી. ભારતની મહાન યોગ પરંપરાના વાહક અવધુત સાધુ સમર્થ ભૈયાજી સરકાર ઉર્ફે દાદાગુરૂ માત્ર એક લોટો (માં રેવા) નર્મદાના જળપાનથી હજારો દિવસથી તપસ્યા કરી રહ્યા છે. જે સંત આજે ટંકારા પધરામણી કરી હતી.

- Advertisement -
- Advertisement -

માં નર્મદાના પાણીથી જીવંત દાદા ગુરુ ટંકારા ખાતે પધરામણી કરી હતી. દાદાગુરૂએ રાજકોટ તરફ જતી વખતે ટંકારા પી.એસ.આઈ એમ જે ધાંધલે પર્યાવરણ માટે અનેકો વુક્ષ ઉછેરી સ્ટેશન હરીયાળુ કરનારની ભાવનાથી પોલીસ મથકે પટાંગણમાં એક વૃક્ષનું વાવેતર કર્યુ હતું. આ તકે પ્રકૃતી જીવની છે જેની જાળવણી કરી તો જ આપણે જીવંત રહી શકવાની વાત કરી હતી. ટંકારા ગામની વુર્ક્ષો પ્રત્યેની ચિવટની ખુબ પ્રશંસા કરી હતી.

૧૭ ઓક્ટોબર ૨૦૨૦ થી અન્ન ત્યાગ કરી માત્ર એક લોટો નર્મદા મૈયાનો પી મહાવ્રત પાલન કરનાર દાદાગુરૂ ખુબ રાજીપો વ્યક્ત કર્યો હતો. જેઓ ગુજરાત ભ્રમણ વખતે ટંકારા આર્ય સમાજના સ્થાપકની જન્મભૂમિ નિહાળવા પધારશે તેવું જણાવ્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!