શ્રી વરીયા પ્રજાપતિ વિદ્યોતેજક મંડળ દ્વારા યુવાનો અને યુવતીઓ માટે પ્રથમ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. મોરબીના રેમન્ડ પાર્ટી પ્લોટ જિલ્લા સેવા સદન પાછળ સંમેલનનું કાર્યક્રમ યોજવામાં આવશે. જેમાં મુખ્ય વક્તા તરીકે જય વસાવડા ઉપસ્થિત રહશે. અને સમારોહના અઘ્યક્ષ મનસુખભાઈ પ્રજાપતિ અને મુખ્ય અતિથિ તરીકે જે.એસ.પ્રજાપતિ જિલ્લા વિકાસ અધિકારી ઉપસ્થિત રહેશે.
શ્રી વરીયા પ્રજાપતિ વિદ્યોતેજક મંડળ મોરબી દ્વારા ઉર્જસભર યુવાનો માટે પ્રથમ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. જે કાર્યક્રમમાં સમાજના દરેક યુવાનો અને યુવતીઓને ઉત્સાહભેર ભાગ લેવા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આગામી તા.૧૦/૧૧/૨૦૨૪ ને રવિવારના રોજ સાંજે ૦૪:૦૦ વાગ્યાથી રેમન્ડ પાર્ટી પ્લોટ જિલ્લા સેવા સદન મોરબી -૨ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મુખ્ય વક્તા તરીકે યુવાનોના પ્રેરક અને જાણીતા વક્તા જય વસાવડા ઉપસ્થિત રહી યુવાનોને પ્રોત્સાહિત કરશે. જે સમારોહના અધ્યક્ષ મનસુખભાઈ પ્રજાપતિ (મીઠ્ઠીકુલ – વાંકાનેર), મુખ્ય અતિથિ તરીકે જે.એસ.પ્રજાપતિ જિલ્લા વિકાસ અધિકારી, મોરબી ઉપસ્થિત રહેશે તેમ શ્રી વરીયા પ્રજાપતિ વિદ્યોતેજક મંડળ મોરબીના પ્રમુખ ગોકળભાઇ ભોરણીયા અને કાર્યકારી પ્રમુખ ભાવેશભાઈ વામજા દ્વારા યાદીમાં જણાવવામાં આવ્યું છે.