કારતક સુદ સાતમ એટલે ભક્ત સંત શિરોમણિ જલારામ બાપાની જન્મ જયંતિ. આજે સમગ્ર દેશ અને વિદેશમાં ધામધૂમપૂર્વક જલારામ જયંતિનો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. ત્યારે મોરબી જિલ્લાના મંદિરોમાં પણ જલારામ જયંતિ ઉજવાઈ હતી.
આજ રોજ પરમ પૂજનીય સંત સિરોમણિશ્રી જલારામબાપાની જન્મજયંતી નિમિત્તે વાંકાનેર શહેરના માર્કેટ ચોક ખાતે જલારામ ગ્રુપ દ્વારા પ્રસાદ વિતરણ કરાયું હતું. જેમાં વાંકાનેરના લોકલાડીલા ધારાસભ્ય જીતુભાઈ સોમાણી તથા લોહાણા મહાજન પ્રમુખ કાકુભાઇ મોદી, ઉપપ્રમુખ રમેશભાઇ અખાણી, લલિતભાઈ પૂજારા, રાજુભાઈ, રાજવીર, દિલીપભાઈ પૂજારા, જેકભાઈ રાજવીર, લિતેશભાઈ ચંદારાણા, રવિભાઈ ભિંડોરા, અમિતભાઈ સેજપાલ, વિપુલભાઈ કોટક, રાજભાઈ સોમાણી, ભૌમિક ખીરૈયા, મુનાભાઈ કારીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.