હળવદ પોલીસ સ્ટેશનના પીઆઇ ને પત્ર લખી હળવદ બસ સ્ટેન્ડ પાછળ પોલીસ પેટ્રોલિંગ વધારવા માંગ કરવામાં આવી છે. છેલ્લા ઘણા સમયથી બસ સ્ટેન્ડ પાછળ અજાણ્યા ઈસમો દારૂ પીવાના બહાને આવી ચોરીને અંજામ આપી રહ્યા છે. જેથી તાત્કાલિક ધોરણે બસ સ્ટેન્ડ પાછળના ભાગમાં પોલીસ પેટ્રોલિંગ વધારવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
હળવદ તાલુકાના ઈશ્વર કરશનભાઈ પરમાર દ્વારા હળવદ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેકટરને પત્ર લખી બસ સ્ટેન્ડ પાછળ પોલીસ પેટ્રોલિંગ વધારવા માંગ કરવામાં આવી છે. જેમાં બસ સ્ટેન્ડ પાછળ રાત્રીના ૩:૦૦ વાગ્યા સુધી અજાણ્યા ઈસમો અડ્ડો જમાવી દારૂ પીવાના બહાને આવી ચોરીને અંજામ આપી રહ્યા છે. જેથી બસ સ્ટેન્ડ પાછળ રહેતા લોકોમાં દહેશત ભર્યું વાતાવરણ સર્જાય રહ્યું છે. જેથી બસ સ્ટેન્ડ ના પાછળના ભાગમાં પોલીસ પેટ્રોલિંગ વધારવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.