મોરબી જીલ્લામાં ૩૧ જાન્યુઆરીના રોજ ૦ થી ૫ વર્ષના કુલ ૧,૫૨,૪૫૭ બાળકોને પોલીયોના ટીપા પીવડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે જીલ્લામાં ૬૧૧ પોલીયો બુથોની રચના કરેલ છે કામગીરીને પહોંચી વળવા માટે ૨૪૮૪ કર્મચારીઓને પોલીયો બુથ પર ફરજ સોપેલ છે તેમજ ૧૯૦ સુપરવાઇઝરોને મોનીટરીંગની કામગીરી સોંપેલ છે.
આમ, તા.૩૧ જાન્યુઆરી ૨૦૨૧ ના રોજ પોલીયો બુથ પર પોલીયોનું રસીકરણ કરવામાં આવશે અને બુથ પર રસીકરણ કરવામાં બાકી રહી ગયેલ બાળકોને ત્યાર પછીના ૨ દિવસ દરમિયાન આખા જીલ્લામાં ઘર ઘર મુલાકાત કરી બાળકોને પોલીયોના ટીપા પીવડાવવામાં આવશે મોરબી જીલ્લાના કુલ ૨,૦૭,૮૦૭ ઘરોની મુલાકાત માટે ૧૨૪૨ ટીમોની રચના કરવામાં આવી છે ૧૯૦ સુપરવાઈઝરોને મોનીટરીંગ કામગીરી સોપવામાં આવી છે.
ઉપરાંત ખેતર, વાડી વિસ્તાર, કારખાના વીસ્તારમ ઈંટના ભઠ્ઠા, રોડની આજુબાજુનો વિસ્તાર, અગર વિસ્તાર, બાંધકામ વિસ્તાર, ખાણ વિસ્તાર જેવા દુર્ગમ સ્થળો પર વસતા મજુરના બાળકોના પોલીયો રસીકરણ માટે ૪૨૩ મોબાઈલ ટીમોની રચના કરેલ છે મુસાફરી કરતા નાગરિકોના બાળકોને પોલીયોની રસી આપવા ૨૩ ટ્રાન્ઝીસ્ટ ટીમોની રચના કરી છે આ ટીમો બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન જેવા સ્થળો પર કામગીરી કરાશે
જીલ્લાના ૦ થી ૫ વર્ષના તમામ બાળકો ૩૧ જાન્યુઆરી ૨૦૨૧ ના રોજ પોલીયો બુથ પર જઈ રસીકરણ કરાવે અને પોલીયો સામે રક્ષણ મેળવે આ કાર્યમાં સહકાર આપવા જીલ્લા આરોગ્ય અધિકારી ડો. જે એમ કતીરાએ અપીલ કરી છે