મોરબી તાલુકાના વિરાટનગર રંગપર ગામ નજીક આવેલ સીમાન્ટો સીરામીકના લેબર ક્વાર્ટરમાં રહેતા મેહુલભાઈ છનાભાઈ પગી ઉવ.૩૦ ગઈકાલ તા.૧૭ ના રોજ લેબર ક્વાર્ટરના પહેલા માળે થી કોઈ કારણોસર નીચે પટકાતા ગંભીર ઇજાઓને કારણે મેહુલભાઈનું ઘટના સ્થળે મૃત્યુ નીપજ્યું હતું, ત્યારે મૃતકની ડેડબોડી ભરતભાઇ ૯૦૯૯૩૪૩૧૪૦ મોરબી સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા, ત્યારે મૃતકની લાશનું ઇન્કવેસ્ટ પંચનામા સહિતની કાર્યવાહી હાથ ધરી તાલુકા પોલીસે મૃત્યુના બનાવ અંગે અ.મોતની નોંધ કરી આગળની તપાસ ચલાવી છે.