હળવદ ટાઉનમાં વધુ એક બાઇક ચોરીની ઘટના સામે આવી છે, જેમાં જૂની મામલતદાર કચેરી સામે જય વેલનાથ ઓફિસમાં નોકરી કરતા યુવકે પોતાનું બસિક ઓફિસની પાર્ક કરેલ હતું જ્યાંથી કોઈ અજાણ્યા વાહન ચોર ઈસમ દ્વારા આ બાઇકની ચોરી કરી લઈ ગયા હોવાની હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી મુજબ હળવદ તાલુકાના રાયધ્રા ગામે રહેતા આનંદભાઈ નાથાભાઇ સોણોજીયા ઉવ.૨૪ હળવદમાં જૂની મામલતદાર કચેરી સામે આવેલ શ્રી આર્કેડ જય વેલનાથ નામની ઓફિસમાં નોકરી કરે છે, ત્યારે ગઈ તા.૦૮/૧૧ના રોજ આનંદભાઈ પોતાના પિતાના નામે રજીસ્ટર સ્પ્લેન્ડર રજી.નં. જીજે-૩૬-ડી-૧૬૬૮વાળું બાઇક લઈને નોકરીએ આવ્યા હતા, જે બાઇક જય વેલનાથ ઓફિસની નીચે શેરીમાં પાર્ક કર્યું હોય જ્યાંથી કોઈ ઉપરોક્ત બાઇકની ચોરી કરી લઈ ગયો હોય, બાઇક ચોરીની પ્રથમ આનંદભાઈએ ઇ-એફઆઈઆર નોંધાવ્યા બાદ રૂબરૂ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા હાલ પોલીસે અજાણ્યા વાહણચોર આરોપી સામે ગુનો નોંધી બાઇકની ચોરી થયાની અલગ અલગ દિશામાં શોધખોળ શરૂ કરી છે.