મોરબીના હળવદમાં શક્તિ નગર પાસે બાઇક સવાર યુવકોને હડફેટે લેનાર ખાનગી લકઝરી બસમાં તોડફોડ કરવાની ઘટના સામે આવી છે. હળવદના શક્તિનગર ગામ પાસે ત્રણ યુવાનોને અડફેટે લેતાં બસમાં તોડફોડ કરાઇ હતી. બાજુના કારખાનામાં કામગીરી કરવા ત્રીપલ સવારી બાઇકમાં જતાં યુવાનોને અડફેટે લેતાં મામલો બિચક્યો અને જેમાં એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય બે વ્યક્તિને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર, હળવદના શક્તિનગર ગામ પાસે કલઝરી બસ દ્વારા ત્રણ યુવાનોને અડફેટે લેતાં બસમાં તોડફોડ કરવામાં આવી હતી. બાજુના કારખાનામાં કામગીરી માટે જતાં ત્રણ યુવાનોને હડફેટે લેતા મામલો બિચક્યો હતો. નિલેશ રાઠોડ, અનિલ લોદરીયા અને રવિરાજસિંહ લીબોલા નામના યુવકોને હડફેટે લીધા હતા. જેમાંથી નિલેશ રાઠોડ નામના યુવકનું સારવાર દરમિયાન મોત થયું છે. જ્યારે અન્ય બે યુવાનોને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી સ્થિતિ કાબૂ મેળવી ટ્રાવેલ્સ ચાલક વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી.