હળવદના ગ્રામ્ય પંથકમાં વાડી વિસ્તારમાં રહી ખેત-મજૂરી કરતા પરિવારની ૧૪ વર્ષીય દીકરીનું લગ્નની લાલચે બદકામ કરવાના ઇરાદે અપહરણ કરીને લઈ જનાર વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ભોગ બનનારના પિતા દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી મુજબ હળવદ તાલુકાના ગ્રામ્યમાં વાડી વિસ્તારમાં રહેતા અને અન્ય ગામડે ખેત-મજૂરી કરતા પરિવાર ઉલર આભ ફાટ્યું હોય તેમ પરિવારની માત્ર ૧૪ વર્ષની વય ધરાવતી દીકરીનું લગ્નની લાલચે લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઇરાદે અપહરણ કરીને લઈ ગયેલ આરોપી મહેશ દેવજીભાઈ કોળી રહે.હાલ હળવદ તાલુકાના કેદારીયા ગામે મૂળરહે. જુના ઇસનપુર તા.હળવદ વાળા વિરુદ્ધ સગીરાના પિતા દ્વારા હળવદ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવતા પોલીસે લગ્નની લાલચે અપહરણકર્તા આરોપી સામે ભારતીય ન્યાય સંહિતાની કલમો હેઠળ ગુનો નોંધી ભોગ બનનાર તથા આરોપીને શોધવા અલગ અલગ દિશાઓમાં ચક્રો ગતિમાન કર્યા છે.