Tuesday, November 26, 2024
HomeGujaratડાયરેક્ટોરેટ ઓફ પ્રોસીકયુશન ગુજરાત તથા મોરબી જીલ્લા સરકારી વકીલની કચેરી દ્વારા આવતીકાલે...

ડાયરેક્ટોરેટ ઓફ પ્રોસીકયુશન ગુજરાત તથા મોરબી જીલ્લા સરકારી વકીલની કચેરી દ્વારા આવતીકાલે બંધારણ દિવસ નિમિતે પરિસંવાદનું આયોજન

ડાયરેક્ટોરેટ ઓફ પ્રોસીકયુશન ગુજરાત તથા મોરબી જીલ્લા સરકારી વકીલની કચેરી દ્વારા બંધારણ દિવસ નિમિતે પરિસંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જે કાર્યક્રમ મોરબી ડીસ્ટ્રિકટ કોર્ટે મોરબી બાર એસોસિએશન હોલ ખાતે તા.૨૬/૧૧/૨૦૨૪ ને બપોરના ૦૨:૦૦ વાગ્યે યોજવામાં આવશે. જેમાં ઉપસ્થિત રહેવા સરકારી વકીલો દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- Advertisement -
- Advertisement -

મોરબી જિલ્લા બાર એસોસિએશન અને તમામ વકીલો માટે ડાયરેક્ટરો ઓફ પ્રોસિક્યુશન ગુજરાત રાજ્ય તથા જિલ્લા સરકારી વકીલની કચેરી દ્વારા બંધારણ દિવસ નિમિતે પરિસંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ઉદધાટન તરીકે ડી.પી. મહીડા સાહેબ મહેરબાન પ્રિન્સીપાલ ડીસ્ટ્રિકટ જજ મોરબી, મુખ્ય મહેમાન તરીકે કે.બી.ઝવેરી કલેકટર મોરબી, રાહુલ ત્રિપાઠી મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક, જે.એસ.પ્રજાપતિ ડી.ડી.ઓ. મોરબી, અને અતિથિ વિશેષ તરીકે ડી.આર. અગેચાણીયા પ્રમુખ મોરબી જિલ્લા વકીલ મંડળ ઉપસ્થિત રહેશે જે કાર્યક્રમ મોરબી ડીસ્ટ્રિકટ કોર્ટે મોરબી બાર એસોસિએશન હોલ ખાતે તા. ૨૬/૧૧/૨૦૨૪ ને બપોરના ૦૨:૦૦ વાગ્યે યોજવામાં આવશે. જેમાં તમામ વકીલોને ઉપસ્થિત રહેવા મોરબી જિલ્લા સરકારી વકીલ વી.સી.જાની, મોરબી મદદનીશ સરકારી વકીલ એસ.સી.દવે અને મોરબી મદદનીશ સરકારી વકીલ એન. ડી. કારિઆ દ્વારા જણાવવામાં આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!