મોરબીના લાલપર ગામે રહેતા બેચરભાઈ દુર્લભજીભાઈ પ્રજાપતિ ઉવ.૩૫ એ ગઈકાલ તા.૨૫/૧૧ના રોજ પોતાના રહેણાંક મકાને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા તેમની લાશ તેમના પરિવારના સભ્યો દ્વારા સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા ત્યારે તાલુકા પોલીસે અપમૃત્યુના બનાવ અંગે અકસ્માતે મોતની નોંધ રજીસ્ટર કરી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી છે.