હળવદની હોટેલમાં જુગારનો દરોડો ભાજપના આગેવાન સહિતના ખેલાડીઓ ઝડપાયા હતા. હોટેલમાં ભાજપ આગેવાન સંચાલિત જુગાર કલબ ઝડપાતા મોરબી જિલ્લા ભાજપ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. બંને હોદ્દેદારોને ભાજપમાંથી છ વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
મળતી માહિતી અનુસાર, હળવદની લેકવ્યુ હોટલમાં ઘોડી પાસા નો જુગાર રમતા ખેલાડીઓ પર પોલીસ ત્રાટકી હતી. જે બનાવમાં હળવદના ભાજપ આગેવાનો સહિત 20 લોકો વિરૂદ્ધ ગુનો નોંધાયો હતો. ત્યારે હળવદ હોટેલમાં ભાજપ આગેવાન સંચાલિત જુગારની કલબ ઝડપાતા મોરબી જિલ્લા ભાજપ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. હળવદ તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ અને હાલ ગુજરાત કિશાન મોરચાના સભ્ય વલ્લભભાઈ ખાવડિયા અને હળવદ તાલુકા ભાજપના મહામંત્રી ભરત વઢરેકિયાને પક્ષ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. બન્ને હોદ્દેદારોને BJP માંથી છ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.