Thursday, December 26, 2024
HomeGujaratમોરબીમાં ૧૯૬૨ કરુણા હેલ્પલાઇનની પ્રશંસનીય કામગીરી

મોરબીમાં ૧૯૬૨ કરુણા હેલ્પલાઇનની પ્રશંસનીય કામગીરી

જીલ્લા સેવા સદનમાં ગંભીર રીતે બીમાર શ્વાનના બચ્ચાને તાત્કાલિક સારવાર આપીને તેનો જીવ બચાવ્યો

- Advertisement -
- Advertisement -

સમગ્ર રાજ્ય સહિત મોરબી જીલ્લામાં દિવ્યાંગ, નબળા, બીમાર પશુઓની મદદ માટે ૧૯૬૨ કરુણા હેલ્પલાઈન નિ:શુલ્ક કાર્યરત છે. કરુણા એમ્બ્યુલન્સ ટીમ તાલીમબદ્ધ કર્મચારીઓ, દવા, સાધનો અને લેબોરેટરીની સુવિધા સાથે સંપન્ન છે. આ ટીમમાં ૧ વેટરનરી ઓફિસર અને ૧ પાયલોટ હાજર રહે છે. જ્યાં પણ અબોલ જીવોને જરૂર હોય કે ઘાયલ હોય ત્યાં આ હેલ્પલાઈન નંબર પર સંપર્ક કરવાથી તાત્કાલિક મદદ મળી શકે છે.

તાજેતરમાં શોભેશ્વર રોડ પર સ્થિત જીલ્લા સેવા સદનમાં અતિ ગંભીર હાલતમાં ૬ મહિનાનું શ્વાનનું બચ્ચું મળી આવ્યું હતું. તેને બ્લીડિંગ, ડીહાયડ્રેશન અને એક્સેસિવ યુરીનની સમસ્યા હતી. જેથી તેના જીવ પર ખતરો તોળાયો હતો. આ અંગે ૧૯૬૨ કરુણા હેલ્પલાઇન પર જીલ્લા માહિતી કચેરી દ્વારા જાણ કરવામાં આવી હતી. આ કોલ મળ્યાના માત્ર ૫ મિનિટમાં જ મોરબી કરુણા હેલ્પલાઈન ટીમ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી અને બીમાર પશુને તાત્કાલિક સારવાર પૂરી પાડી હતી. આમ તેનો જીવ બચી ગયો હતો.

આ સમગ્ર કામગીરી બદલ જીલ્લા માહિતી કચેરી, જીલ્લા તિજોરી કચેરી, સિક્યોરીટી સ્ટાફ અને કરુણા હેલ્પલાઇનના કર્મચારીગણનો સહયોગ મળ્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!