મોરબી તાલુકાના બેલા(રંગપર)ગામની સીમમાં તાલુકા પોલીસે દરોડો પાડતા એસીસી સીરામીક સામે બાવળની કાંટમાં જુગારની મહેફિલ માણતા ચાર જુગારીને પકડી લેવામાં આવ્યા છે, ચારેય આરોપીઓ ગંજીપત્તાના પાના વડે પૈસાની હારજીતનો જુગાર રમતા રંગેહાથ ઝડપાઇ ગયા છે, જેમાં આરોપી મુન્નાભાઇ ઉર્ફે લાલો અનવરભાઇ રાજા ઉવ-૨૯ રહે. બેલા પટેલ સમાજની વાડી પાસે, સાહીલભાઇ ઓસમાણભાઇ નારેજા ઉવ-૨૫ રહે.બેલા મફતીયાપરા, હસમુખભાઇ માવજીભાઇ રૂપાલા ઉવ-૪૪ રહે.નાની વાવડી તથા અજયભાઇ નાનજીભાઇ જેઠલોજા ઉવ-૩૦ રહે. બેલા ગામવાળાને રોકડા રૂ. ૨૮,૫૦૦/-ની રોકડ સાથે તાલુકા પોલીસ દ્વારા પકડી લઈ તમામ વિરુદ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.