Monday, June 15, 2026
HomeGujaratવાંકાનેર: બે પ્રોહિબિશન ગુનામાં બે વર્ષથી ફરાર આરોપી એલસીબીના હાથે ઝડપાયો

વાંકાનેર: બે પ્રોહિબિશન ગુનામાં બે વર્ષથી ફરાર આરોપી એલસીબીના હાથે ઝડપાયો

મોરબી એલસીબી અને પેરોલ-ફર્લો સ્ક્વોડની સંયુક્ત ટીમે ખાનગી બાતમીના આધારે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના બે પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપીને સુરેન્દ્રનગર જીલ્લાના સુદામણા ગામેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી માટે વાંકાનેર તાલુકા પોલીસને સોંપ્યો હતો.

- Advertisement -
- Advertisement -

મોરબી એલસીબી તથા પેરોલ-ફર્લો સ્ક્વોડની ટીમ પેટ્રોલિંગમાં હોય ત્યારે મળેલી ચોક્કસ અને ભરોસાપાત્ર બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં વર્ષ-૨૦૨૪ દરમિયાન નોંધાયેલા બે પ્રોહિબિશનના ગુનાઓમાં આરોપી તરીકે સંડોવાયેલ હરેશભાઈ ઢેબભાઈ ખાચર ઉવ.૩૨ રહે. સુદામણા તા.સાયલા જી.સુરેન્દ્રનગર વાળો છેલ્લા બે વર્ષથી ફરાર હતો. ત્યારે બાતમી મળી હતી કે, આરોપી પોતાના વતન સુદામણા ગામે હાજર છે. જેના આધારે ઉપરોક્ત બંને ટીમોએ સુદામણા ગામે દરોડો પાડી આરોપીને ઝડપી પાડ્યો હતો. ઝડપાયેલા આરોપી સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ બે ગુનાઓ નોંધાયેલા છે. આરોપીને ઝડપી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી માટે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!